એક્શન પ્લાન
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની કચેરીના અધિકારીઓ/કર્મચરીઓ દ્વારા સતત અભ્યાસ કરી ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ દ્વારા નિર્મિત PCA 1960 અધિનિયમના નિયમો, તેમના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ માર્ગદર્શિકાઓ/ પરિપત્રો / નોટીફિકેશન મુજબ તેનુ અમલીકરણ કરાવવા તથા રાજ્ય સરકારને સલાહ સુચન કરવાની કામગીરી કરે છે. સદર કામગીરી માટે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની કારોબારી /લીગલ મિટીંગમા લેવાયેલ નિર્ણયોને બોર્ડની સામાન્ય બેઠકમાં મુકીને તેની બહાલી મેળવી તથા સામાન્ય બેઠકમાં માન. અધ્યક્ષશ્રી, ગુ. પ્રા. ક.બોર્ડ સહ માન.મંત્રીશ્રી (પશુપાલન) દ્વારા લેવાયેલ નિર્ણયોને બહાલી મળ્યા મુજબ તથા રાજ્ય સરકારશ્રીના વહિવટી વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ વહિવટી ઠરાવ મુજબ કામગીરી કરવામાં આવે છે.