Close

New pop up

Har Ghar Tiranga
પ્રવૃત્તિઓ | અમારા વિષે | ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય
પ્રવૃત્તિઓ | અમારા વિષે | ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય
ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય

પ્રવૃત્તિઓ

પ્રવૃત્તિઓ

રાજ્ય કક્ષાએ પ્રાણીઓ ઉપર થતી વિવિધ પ્રકારની કૃરતા ખાસ કરીને હેરફેર દરમ્યાન થતી કૃરતા ઉપર નિયંત્રણ કરવું. કતલખાનાના નિયમોનું પાલન કરાવવું .પાંજરાપોળો, પશુ આશ્રય સ્થાનો, અભયારણો જેવી વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા,નાણાંકીય સહાય કરવી,વિવિધ પ્રાણી કલ્યાણની સંસ્થાઓનું સંકલન કરવું, શાળા કોલેજમાં પ્રાણી કૃરતા નિવારણ નિયમો વિષે જાગૃતિ કેળવવા જેવા પ્રાણી કલ્યાણના ઉમદા કાર્યો કરવા રાજ્યસ્તરે ગુજરાત સરકારશ્રી દ્વારા ઠરાવ ક્રમાંક: એએચએ/૧૦૨૦૧૩/૩૧૧૭/પી.૧ તારીખ:૩૦/૧૧/૨૦૧૩થી ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની પુન:રચના કરવામાં આવેલ છે.

જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાણી કૃરતા નિવારણ સમિતિ(SPCA)દ્વારા પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિ અર્થે માર્ગદર્શિકા બનાવવી ,પ્રાણીઓ ઉપર થતી વિવિધ પ્રકારની કૃરતા, ખાસ કરીને હેરફેર દરમ્યાન થતી કૃરતા ઉપર નિયંત્રણ કરવું, જિલ્લાની પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિ કરતી વિવિધ સંસ્થાઓની દેખરેખ રાખવી,તથા સામાન્ય જનતા ને પ્રાણી કૃરતા નિવારણ નિયમો વિષે જાગૃતિ કેળવવા જેવા વિવિધ કાર્યો કરવાના જેવાકે પશુસંરક્ષણઅને કૃરતા ઉપર નિયંત્રણની બાબત સુનિશ્ચિત કરવા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રાણી કૃરતા નિવારણ સમિતિની રચના કરવા સરકારશ્રીના જાહેરનામાં ક્રમાંક GHKH-94-2014-GVS-12011-3564-P.1 તા.૦૫/૧૧/૨૦૧૪ થી જણાવેલ છે. જે અનુસાર રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં જિલ્લા પ્રાણી કૃરતા નિવારણ સમિતિની રચના કરવામાં આવેલ છે.

Back to top