મિશન અને વિઝન
મિશન
ગુજરાત રાજય પ્રાણી કલ્યાણ બોર્ડએ નામદાર સુપ્રીમકોર્ટના રિટ પિટિશન-૪૪૦/૨૦૦૦ના ચુકાદા ક્ર્માંક:-D.O.No.2090/2000 PIL(Writ) તા.૨૦/૦૯/૨૦૦૮ અનુસાર મિસ ગીતા શેષમણી V/s યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્યના કેસના ચુકાદા મુજબના પ્રાણી કલ્યાણ તથા પ્રાણી કૃરતા નિવારણના કાયદાઓનાં રાજયકક્ષાએ અમલ કરાવવા માટેનું સલાહકાર બોર્ડ છે. રાજય સરકાર તથા સ્થાનિક સત્તામંડળોને પ્રાણીઓની બિનજરૂરી પીડા અને વેદના ઘટાડવા માટે સલાહ આપવાની કામગીરી કરે છે.
હેતુઓ
- રાજયમાં પ્રાણીકૃરતા અધિનિયમ-૧૯૬૦નીજોગવાઈઓનો પાયાના સ્તરે અસરકારક અમલ કરાવવો
- રાજયમાં સ્થપાયેલ જીલ્લા પ્રાણી કૃરતા નિવારણ સોસાયટીઓ (SPCA) દ્વારા હાથ ધરવામાં આવતી પ્રાણી કલ્યાણની પ્રવૃતિઓને વેગ આપી તેઓની પ્રવૃતિઓમાં સહયોગ પુરો પાડવો.
- પ્રાણી કૃરતા અધિનિયમ-૧૯૬૦ની હેઠળની કલમનં-૪ અન્વયે ભારત સરકારશ્રી દ્વારા નિર્મિત એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયાની માર્ગદર્શિકાઓ/ સુચનાઓનો રાજયમાં અમલ કરાવવો.